દિકરીની વિદાય

ધન્ય થૈ તારી કોખે લઇ જન્મ; મારી મા્તા,
ધન્ય થૈ મેળવી લાડ તમારો; મારા પિતા,

આજે જઇ રહી છુ બની પારકી,
ત્યારે, એક છે આશ ને ઇચ્છા
કે હે પ્રભુ!
કે આવતે જનમ તમારી દિકરી બની અવતરું

indian_brides_east_28

પાછી વળી જોઉ છુ આજે,
તમારી આંગળી જાલી હજુ ગઇતી નિશાળે; મારા પિતા,
યાદ છે મને,પહેલી વાર જ્યારે મે સિખીતી રસોઇ,
તે સમયનો તારો ઉમંગ મારી માતા,

પરિવારનો સાથને કુટુંબની માયા,
ભાઇ બહેનો સાથ કરેલી તહેવારોની ઉજાણી,
દાદાનો વહાલને દાદીની છત્રછાયા,
નાનાના કોડને નાનીની માયા,
છું કાકાઓની લાડ્કી,’ને મેળવી કાકીઓની મમતા,
લઇ જાવું છું મામાનુ મામેરુ ને મામીની લાગણી,
ફોઇમાસીની પ્રેમ અને સંસ્કાર ભરેલી શિખામણો,
માનું છું પોતાને કે છું હું નસિબદાર્!
ગર્વ છે લઇ જનમ આવા કુટુંબમાં,
ત્યારે, એક છે આશ ને ઇચ્છા
કે હે પ્રભુ!
કે આવતે જનમ તમારી દિકરી બની અવતરું

shesnotcrying

મારા જીવનના દરેક નિર્ણય સહર્ષ સ્વીકારી,
દિકરીને તમે દિકરો બનાવી,
સાબિત કર્યુ છે નથી પારકી, છે પોતાની,

કાલથી બદલાવીશ અટકનું અસ્તિત્વ્,
માંગુ છું આશિષ, મુકિ માથું ખોળામાં તમારી,
કે આપજો મને શક્તિ,
કે અજવાળી શકુંનવું તેજ પુંજમારા સાસરિયાંનુ,
ત્યારે, એક છે આશ ને ઇચ્છા
કે હે પ્રભુ!
કે આવતે જનમ તમારી દિકરી બની અવતરું

viday

લઇ જાવું છું સંસ્કાર, અને અખુટ પ્રેમનુ ભાથું,
સંભાર્ણાનુ પોટલુ મારા આંણાંમાં,
ખબર છે હું જ્યારે ફરી આવિશ્,
ડેલીએ રાહ જોતાં તમને ભાળીશ્,
મારા માતાપિતા,

આપ્યો છે ફરી જન્મ્, આપિ કન્યાનુ દાન મારુ,
હતી અધુરી,
પણ બની આજ સંપુર્ણ્ર,
થઇ હકદાર્ બની અર્ધાંગિની મારા ભરથાર,

bride cry

છે જળ આંખોમાં બધાંનાં,
ના લાવશો બહાર્,
જોઉ છે સ્મિતને હરખ સહુના ચહેરા પર મારે,
મારા માતાપિતા
આજે, એક છે આશ ને ઇચ્છા
કે હે પ્રભુ!
કે આવતે જનમ તમારી દિકરી બની અવતરુ

અ.સૌ.કાં.ચિ. જયતિનાં શુભ લગ્ન પ્રસંગે
કુંજલ ધી લિટ્લ એન્જલ્ ૨૨.૦૩.૨૦૦૯