ઉનાળાના શ્રી ગણેશ થઈ ગયા મારે ઘરે. ગઈકાલે જ માટલું ખરીધ્યું. એની સાથે ચકલીઓને પાણી પાવવાનું નાનું કોડિયાં જેવું પહોળાં મોં વાળું સરસ મજાનું પાત્ર પણ લીધું! મારી રોજની બેઠકની સામેની પાળી પર રાખીશ અને જતી-આવતી ચકલીઓની ચહલપહલ નિહાળી શકીશ એવું વિચાર્યું.

“ચક્કી બેન, ચક્કી બેન, 6944__600x450_lp-world-sparrow-day-2013
મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં..?
બેસવાને પાટલો, સૂવાને ખાટલો..
આપીશ તમને.. આપીશ તમને..”

આજે સવારે જાગીને મનમાં એ જ ગીત ગણગણયા કરતી હતી. ત્યાં તો અખબાર, ફ઼ેસબુક, વ્હોટસઅપ જોયું ત્યારે ખબર પડી કે આજે તો “વિશ્વ ચકલી બચાવો દિવસ” છે ! બોલો, આટાઅટલા દિ’ ઓછા પડ્યા કે આ દિવસ ઉજવાની જરૂર પડી?!
ખરેખર શું જરૂર ચકલીઓની? નાનું અમથું પક્ષી જ સ્તો છે ! એકવાર તો એમ જ થઈ જાય ને? કે એને બચાવાની તે કોઈ જૂંબેશ લેવાતી હશે? શું સવાર સવારમાં ઘરનાં છજજાં ઉપર કે ટોડલએ કે બારીની કાંગરીએ બેસીને ચીં.. ચીં.. ચી.. કરવા પહોંચી જાય છે. એવી ચકલીઓ શું કામની ભૈ સા’બ! http://en.wikipedia.org/wiki/World_Sparrow_Day આ લિંકમાં મહત્વ ખ્યાલ આવશે જ.

1604640_680742601970378_1149884617_n

આ માર્ચ હમણાં આ પૂરો થાવા આવ્યો. પછી એપ્રીલ અને મેં, ધોમ ધખતો તડકો માથે લેશે. પૃથ્વી પરનું સૌથી સ્વાર્થી અને લોભી પ્રાણી એટલે મનુષ્ય. એ તો એની પોતાની દરેક સુખાકારી સગવડ કરી લેવા સમર્થ થઈ ગયો છે. એ બુધ્ધિશાળી પણ છે પરમાણુથી કરી વિરાટ સંસાધનો બનાવ્યાં છે. કુદરતી નિયમોને તો નેવે મૂકીને દિ’રાત રાચે છે. મોડો સૂઈ વહેલો કામે ભાગે છે! ‘પર્યાવરણ’ ફક્ત વિષય તરીકે બીજાથી ચોથાં ધોરણ સુધીમાં ભણીને ભૂલી ગયો છે! પાંચમાં ધોરણથી વિજ્ઞાન ભણતો અને વિકસાવતો થઈ ગયો છે. વિજ્ઞાનથી વિધાતાને પડકારવાની એક પણ તક ગૂમાવતો નથી. અનેક એવાં ઉપકરણો બનાવતો ગયો અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગ પણ કરતો ગયો જે વાતાવરણને પ્રદૂષિત કરતું જતું.

એક સામાન્ય સમીકરણ છે, તમે જે આપશો એ જ તમને મળશે. કુદરતની ગોઠવણને અવગણી પ્રકૃતિની વિરુધ્ધનાં કૃત્યો કરવાં જેવાં કે શોરઘૂલ અને ઘૂંમાડો ફૂંકતાં વાહનો અને કારખાંનાંઓ વધ્યાં. જંગલ ઘટ્યાં, રાંચરચીલું વધ્યું. માણસની વસ્તી વધી એમ પ્રાણીઓ અને પક્ષીઓનું પ્રમાણ ઘટ્યું. હવે તો જાણે નાકે પાણી આવ્યું છે એમ એક પેટે સરડો પડે એવી બાબતએ પોતાનું અસ્તિત્વ નોંધાવ્યું છે જેનું અંગ્રેજી નામ છે “ગ્લોબલ વોર્મિંગ” વૈશ્વિક તાપમાન અતિશય વધ્યું છે. બર્ફ઼ાછાદિત વિસ્તાર પિગળીને પાણી બને છે અને જ્યાં પાણી નથી ત્યાં તો દુષ્કાળ જ છે! ટૂંકમાં, કુદરતી વ્યવસ્થા ડામાડોળ…. એમાં કેટકેટલી દુર્લભ પશુપક્ષીઓની પ્રજાતીઓ ધ્વંશ થવાની અણીએ છે. બદલાતા સમયમાં જેમ આપણે જાતને સાચવી લઈએ છીએ એમ એ મૂંગા જીવ કેમ પોતાને સાચવે? આપણને તો એ લોકોની ભાષા આવડતી કે સમજાતી નથી પણ જો એવું હોત તો ખ્યાલ આવત કે એલોકો મનુષ્યને ચોક્કસ કોશતાં જ હશે! મહાપૂજાઓ અને હવન, યજ્ઞ ઓછાં કરશું તો ચાલશે પણ આ કુદરતી સુંદર સંપત્તિને જાળવાનું ભગીરથ કરશું તો ૧૦૦% પૂણ્ય મળશે જ !

imagesimages (1)

આ ચકલી તો કેવું નાજૂક, નિર્દોશ ચંચળ, ચપળ પક્ષી..! એને કોઈ કાગડા-કોયલની જેમ ઉપાધી જ નહી રે.. એ તો પોતાની મસ્તીમાં મનફ઼ાવે ત્યાં ઉડાઉડ કરે.. એવું તો સંવેદનશીલ કે જરાક નજીક જઈએ કે અવાજ થાય તો તરત જ.. ફ઼્ર્ફ઼્ર્રર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર……! અરે મારાથી તો ક્યારે એનો ફ઼ોટો પડ્યો જ નથી !

મોબાઈલ ફ઼ોનનો રાફ઼ડો ફ઼ાટ્યો છે; એવા આ કહેવાતા ટેક્નોલોજી યુગમાં નહિવત દેખા દેતું આ પક્ષી કદાચ બની શકે કે કવીઓની કવિતા કે બાળ જોડકડાંમાં સચવાઈ રહે એનાં કરતાં બળબળતાં તડકાની ઋતુ આવી પહોંચે ત્યારથી જ એને દાના-પાણી આપી સાચવાની ઝૂંબેશ શરુ થઈ જાય એમાં ખોટૂં શું ? હેં ને?

“ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. બન્ને એ સાથે મળીને બનાવી ‘ખિચડી’!” મને રમાડતા હોય એમ મારા શૈશવકાળમાં કાકા પાસેથી આ વાર્તા કેટલીયવાર કુતૂહલતાથી સાંભળી છે. તો શું કદાચ મારા પાછી જનમ્યાં હશે એવાં અત્યારે ઉગીને સર થતી પેઢી આવી ચકલીઓની વાર્તા સાંભળશે, ખરાં?

ઘરની બહાર કે છજ્જાં પર પાણીનું નાનું માટીનું વાસણ કે ધાનનાં દાણાં રાખવાની ટોપલી આપવા કેટ્લીય સંસ્થાઓ મફ઼ત સેવાઓ કરે છે.. એવી કોઈ સંસ્થાઓ સામી ન મળે તો.. ૧૫-૨૦ રુપિયા ખર્ચીને ખરીદી લઈ રાખજો.. બીજાં પૂછશે ત્યારે કે’જો હા, મને ચકીબેનથી બહુ લગાવ હો.. જો જો કેવો વટ્ટ પડે છે..!!

ચકલી

કલ્બલાટ:-

પાણી તરસ્યું,
ચકલીઓનું ચીં ચીં..
જો જો શમે ના.

-|{£@ કુંજલ ધિ લિટલ એંજલ ૨૦.૩.૧૩

16 thoughts on “ચીં.. ચીં.. ચીં..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s