‘ટેડી’ પ્યારું એ રમકડું, ઘણું શીખવી ગયું;
જુવાનીમાં બાળપણને હાથવગું કરીુ ગયું!
કુંજકલરવ ૧૦.૦૨.૨૦૧૫
.
૨૦૦૧ -૨૦૦૨ દરમિયાન જીંદગીનો એક અલગ તબ્બકો હતો. ૧૨ કોમર્સ પાસ કર્યું. ધરતીકંપ અને નાનપણનાં મિત્રને ગુમાવ્યા પછી રેગ્યુલર કોલેજ કરવાની ઇચ્છા લગભગ નહિવત હતી. ગમે તેવી પરિસ્થિતિમાં મનને ખુશ કરવા અને હંમેશ ખુશમિજાજ રહેવા ટેવાયેલી નાનપણથી જ. ૭/૮ ઓર્થોપેડિક ઓપરેશન કરાવ્યા છે, એ સંઘર્ષની વાત ફરી ક્યારેક, પણ એ સમયમાં પણ ઢિંગલી, ટેડીબેર, બાળ વાર્તાઓની ચોપડીઓ અને મેઘધનુષ જેવી બાળ જોડકડાંની કેસેટો સાંભળી ચોકકસ જીવ પરોવતી. રાજી રહેવા માટે ઠોસ કારણ થોડું જોઇએ?!

ગાંધીધામની એ સમય અને આજની પણ બાળકોની વસ્તુઓ માટેની મેઇન બજારની ફેમસ ‘પટેલ સ્ટોર’માંથી ઉભાઉભ એક સફેદ ટેડી બેર લઇ આપ્યું મમ્મીએ. જીદ કરી જ હતી હો.. આ પહેલાં બાર્બી ની ૩-૪ જાત ઘરમાં રમકડાંના ખોખાંમાં પડી જ હતી.. આ નવું ટેડી મસ્ત હતું. એની નીચે હાથ નાખીને આંગળાં પરોવીયે તો એનાં હાથ પગ હલે..!! જો કે મારી નાની આંગળીઓ બહુ પરોવાય નહીં કેમકે ટેડી જાડું અને વજન વાળું હતું.
.DSC00608-001
કોલેજ કરવી જ નથી તો હવે શું કરવું? કોમ્યુટર કોર્ષ કરવા સમજાવી મને. માની ગઇ. પણ એક શરત. મને શોખ થાય એવું ભણીશ.
એકાદ વર્ષ એવું જ ગયું, કે જાણે હું કશી જ પ્રવૃતિઓ ન કરતી હોઉં. પડોશમાં રહેતાં એક દીદી, હોબી ક્લાસ ચલાવતા હતાં. મમ્મી મને એમનાં ઘરે રોજ મૂકી આવવાનું નક્કી થયું. એ દીદી ને આવડે એ બધું જ મને શીખવું’તું.
સૌથી પહેલું નક્કી થયું “ટેડી બેર” મેકિંગ!!
૨ જાતનાં ટેડિ અને એકાદ વાંદરો અને પોપટ શીખ્યો. ટૂંકમાં ફર ટોયસનું બેઝિક અસેંબલિંગ ખ્યાલ આવી ગ્યો.. પછી શું હતું.. જાતે જ.. બ્લેક એન્ડ વ્હાઇટ પાંડા, કર્ટેઇન મંકી, કિ હોલ્ડર, ટ્વીટી વગેરે અનેક ફર ટોયનાં ફરમાં લઇ બનાવ્યાં. ૩૦સેક જેટલા ફરમાં ગોઠવતા ફાવી ગ્યાં..!
.
એ પછી તો, કેન્ડલ મેકિંગ, ઝરદોશી, ક્ચ્છી, લખનવી અને કશ્મીરી ભરત કામ, ઝૂલા, દોરી, ગ્લાસ અને ફેબરીક પેંટીંગ, ઉનના કસબ વગેરે અનેક હસ્તકલા શીખી. એ બહેન ઘરે જ આવતાં. એ દરમિયાન કોમ્પુટર અને ડાયટેશિયનનો ડિપ્લોમા કોર્ષ ઇગ્નોયુમાંથી કર્યો. છતાય, જમાનાંને ઘડ બેસે એવી પ્રવૃતી કુંજલ ક્યાં કરતી હતી!
.
મને શીખવાડ્યું એ બધું એ દીદીનાં લગ્ન થઇ ગયાં, કદાચ આજે પણ રાજસ્થાન બાજુ હશે. સંર્પકમાં નથી. પણ એમની જ બીજી વિદ્યાર્થીનીઓને મને શીખવાડવાનું કહી ગયાં.
૫૦ રુપિયામાં મહેંદી અને ૨૦ રુપિયામાં મિણબત્તિ શીખવાડતી.. ૧૦૦ રુપિયામાં ૩ જાતનાં
ટેડી..!!
photo0133.
પછી ક્યારેક ફરનું કટિંગ કરતે છિંકો આવતી, એલર્જી થતી લાગતી. ટેડિ બેર સસ્તા થયાં; ફેશન પણ ઘટી અને સરળતાથી ઉપલ્બધ થતાં થયાં. એ પછી ૨૦૦૯ થી ઓછુ કર્યું. ફરનાં પ્રકાર, ભાવ અને રમકડાંનાં શરીરના આકારનાં ફરમાં એ બધાં અંગે ગજબનો ક્રેઝ હતો. “ફિતુર” કહી શકાય, આ ક્રેઝ મને બીજી ઘણી કળાઓ શીખવા પ્રેરણા આપી ગઇ.
.
૨૦૦૩ ફેશન ડિઝાઇન નો ગવર્મેંન્ટ પોલિટેકિનકમાં ડિપ્લોમાં કરવાનું સૂઝયું. ત્યારે હૂનર અને હોબીને અનુરુપ ઘણું શીખ્યું જે ખૂબ કામ આવ્યું. કોલેજ કાળની વાત ફરી ક્યારેક.
૨૦૦૬-૦૭ કોલેજ પછી વિધીવત “લિટલ એંજલ હોમ બૂટિક એન્ડ હોબી ક્લાસીસ” શરુ કરી દીધા.. ૨૫ પ્રકારની કલાકૃતિઓ અને હસ્તકલા શીખવું છું. સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને બેઝીક વોકેશનલ ક્લાસીસ લઉં છું.

બેનર
મનગમતી પ્રૃવતીમાં ભલેને નજીવી કમાણી હોય પણ કેટલીય છોકરીઓ સર્જનાત્મક કળાઓ શીખી, આનંદ કર્યો.. એ બધું મને એક મોટી સિધ્ધિ લાગે છે.. હા, આ બધું શીખવું અને શીખવાડવું ખર્ચાળ છે. સમય, ધગશ અને ખંત માંગી લે છે.

DSC00379ટેડી બેર… ખરીદીને.. પછી એ કઈ રીતે બને? એવા કૂતુહલમાંથી મને મોકળો રસ્તો મળ્યો, જીવનનેકળાત્મક અભિગમ મળ્યો. રમકડાં રમત માટે હોય; રમતમાં જ રમતને પ્રવૃતિ બનાવી લીધી મેં.
કુંજલ ‘ધી’ લિટલ એંજલ -|{©£@ ૧૦.૦૨.૨૦૧૫

11 thoughts on “Lovely & Loving Teddy Bears

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s